બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર કઈ બિમારીથી પીડાઈ રહ્યા છે, સારવાર માટે જશે જર્મની, જાણો
અનિલ કપૂરને જે બિમારી થઈ છે તેનુ નામ કેલ્સિફિકેશન ઓફ શોલ્ડર છે. આ બિમારીમાં શરીરના ટિશ્યુ, ધમનીઓ કે કોઈ અંગમાં કેલ્શિયમ જમા થઈ જાય છે. આ વિશે ડૉક્ટરોનું કહેવુ છે કે માનવ શરીર કેલ્શિયમનો 99 ટકા ભાગ હાડકા અને દાંતોમાં હોય છે માત્ર એક ટકા જ માંસપેશીઓ, કોશિકાઓ, ટિશ્યુ અને લોહીમાં હોય છે. કોઈ ડિસઓર્ડરના કારણે ક્યારેક ક્યારેક શરીરના કોઈ ભાગમાં વધુ કેલ્શિયમ જમા થઈ જાય છે. જે આગળ વધીને કેલ્સિફિકેશનની સમસ્યાનું રૂપ ધારણ કરી લે છે. વધુ કેલ્શિયલ જમા થવાના કારણે તે ભાગ કડક થઈ જાય છે અને તેમાં અસહ્ય દુઃખાવો રહે છે.
મુંબઈ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરને ખભાની એક ગંભીર બિમારી છે જેનો ખુલાસો તેમણે પોતે કર્યો છે. અનિલ કપૂરે જણાવ્યુ કે તેમને શોલ્ડરમાં કેલ્સિફિકેશનની સમસ્યા છે. જેની સારવાર માટે તેઓ જર્મની જવાના છે. અનિલ કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીના રિલીઝ થશે.
એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની બિમારી વિશે વાત કરતા અનિલ કપૂરે કહ્યું, તેના ખભામાં કેલ્શિયમ જમા થઈ ગયુ છે. જેના કારણે તેમને દુઃખાવો રહે છે. તે બહુ જલ્દી જર્મની માટે રવાના થશે અને ત્યાં જઈને આ બિમારીની સારવાર કરાવશે. અનિલ કપૂરે જણાવ્યુ, હું છેલ્લા એક-બે વર્ષોથી આ બિમારીથી પરેશાન છુ.