Arjun Kapoor And Anshula Kapoor Corona Positive: બૉલીવુડમાં ફરી એકવાર એક પછી એક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. બૉલીવુડ અભિેનેતા અર્જૂન કપૂર (Arjun Kapoor) અને તેની બહેન અંશુલા કપૂર (Anshula Kapoor) કોરોના પૉઝિટીવી નીકળ્યા છે. આવામાં બહુ જલ્દી અર્જૂન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોડા (Malaika Arora) નો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.  


રિયા કપૂર અને કરણ થયા આઇસૉલેટ- 
અર્જૂન અને અંશુલાની સાથે સાથે અનિલ કપૂરની દીકરી રિયા કપૂર અને પતિ કરણ બૂબલાની કોરોનાથી સંક્રમિત થયા છે. બન્નેએ ખુદને આઇસૉલેટ કરી લીધા છે. બન્ને આ વર્ષે 14 ઓગસ્ટે અનિલ કપૂરના જુહુ સ્થિત બંગલામાં લગ્ન કર્યા હતા. અર્જૂન કપૂર રિયા કપૂરના ઘરે ક્રિસમસ સેલિબ્રેશનમાં હાજરી આપવા માટે પહોંચી હતી. તાજેતરમાં જ કપૂર પરિવાર ક્રિસમસના તહેવાર પર ખુબ મોટી પાર્ટી કરતા દેખાયા હતા. જોકે, આવુ પહેલીવાર નથી કે અર્જૂન કપૂરે કોરોના થયો હોય, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ અર્જૂન અને મલાઇકાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે સમયે બન્નેએ ખુદને આઇસૉલેટ કરી લીધા હતા. 


26 ડિસેમ્બરની રાત્રે અર્જૂન કપૂર અને મલાઇકાને કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસની પાર્ટીમાં સ્પૉટ થયા હતા. આવામાં રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તમામ કૉન્ટેક્ટ્સમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂરનો બર્થડે છે અને અર્જૂન કપૂરે તેને સોશ્યલ મીડિયા મારફતે વિશ પણ કર્યુ હતુ. 


 


આ પણ વાંચો..........


આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે


જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો


Upcoming Smartphones: જાન્યુઆરીમાં લોન્ચ થશે Redmi વીવો OnePlus Realme ના આ સ્માર્ટફોન, મળશે આ ફિચર્સ


ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે


Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?


રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?


યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ