મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં ઇનસાઇડર અને આઉટસાઇડર અને નેપૉટિઝ્મની ચર્ચા જાગી છે.સેલેબ્સ પણ આ મુદ્દાઓ પર પોતાનો મત આપી રહ્યાં છે. હવે બૉલીવુડનો ટૉપનો હીરો ગણાતો આયુષ્યમાન ખુરાનાએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે.


આયુષ્યમાન ખુરાના આજના સમયમાં સૌથી વધુ સક્સેસફૂલ આઉટસાઇડર્સમાંનો એક છે, જોકે આયુષ્યમાને સક્સેસફૂલ શરૂઆત કરતા પહેલા લગભગ અડધા ડઝન ફિલ્મોને રિજેક્ટ કરી. તેને એક ઇવેન્ટમાં કહ્યું- હું જાણતો હતો કે એક આઉટસાઇડર હોવાના કારણે મને પણ બીજો મોકો ન હતો મળતો.

આયુષ્યમાન ખુરાનાએ કહ્યું કે સ્ટાર કિડ્સ જે સક્સેસફૂલ છે તે ખરેખરમાં પ્રતિભાશાળી છે. તેને પોતાનો પહેલો બ્રેક મળતો પરંતુ ટકી રહેવા માટે તેને એક બેન્ચમાર્ક સેટ કરવો પડતો હોય છે. જો હુ મારુ 50 ટકા આપુ છુ, તો લોકો કહેશે કે આ મે ખુદથી કર્યુ છે. જો એક સ્ટાર કિડ્સની પાસે 80 ટકા ક્ષમતા છે અને જો તે 100 ટકા પણ આપશે, તો લોકો તેનાથી સંતુષ્ટ નહીં થાય.



આયુષ્યમાન ખુરાનાએ વર્ષ 2012માં ફિલ્મ વિકી ડૉનરથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આમાં તેને સ્પર્મ ડૉનરનો રૉલ નિભાવ્યો હતો. તેને કૉમર્શિયલ એન્ટરટેઇન્ટરની સાથે સાથે ક્રિટિકલ એક્લેમ પણ મળ્યું. તે અત્યાર પણ ફિલ્મ મેકર પાસે કામ માંગતા નથી હિચકિચાતો. એક્ટરે કહ્યું કે તેને અંધાધૂન અને આર્ટિકલ 15 માટે તેને ખુદ ફિલ્મ મેકર સાથે વાત કરી હતી, તેનુ કહેવુ છે કે કામ માંગવા માટે કોઇનાથી પણ ના શરમાવવુ જોઇએ.