મુંબઈઃ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહની ગણના લિમેટેડ ઓવરના સૌથી મોટા મેચ વિજેતામાં થાય છે. યુવરાજે સિંહે ભારતને 2007નો પ્રથમ ટી-20 વર્લ્ડકર અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એક વર્ષ પહેલા ક્રિકેટના અલવિદા કહેનારા યુવરાજે હવે તેનું દર્દ વ્યક્ત કર્યુ છે.


યુવરાજે કહ્યું, મને લાગે છે કે મારા કરિયરના અંતમાં મારી સાથે જેવો વ્યવહાર કરવામાં આવ્યો તે અનપ્રોફેશનલ હતો. પરંતુ જ્યારે હું કેટલાક મહાન ખેલાડીઓ જેવાકે હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને ઝહીર ખાનને જોઉ છું તો તેમની સાથે પણ સારો વ્યવહાર નથી થયો. ભારતીય ક્રિકેટનો આ એક ભાગ છે. મેં પહેલા પણ આવું જોયું છે તેથી હું તેનાથી હેરાન નહોતો.

યુવીએ જણાવ્યું, જે ભારત માટે આટલા લાંબા સમય સુધી રમે છે, મુશ્કેલ પરિસ્થિતમાંથી પસાર થયા હયો તેમને નિશ્ચિત રીતે સન્માન આપવું જોઈએ. મને નથી લાગતું કે હું મહાન ખેલાડી છું. મેં હું રમત પૂરા સન્માન સાથે રમ્યો છું. પરંતુ મેં વધારે ટેસ્ટ ક્રિકેટ રમી નથી. જેમનો ટેસ્ટ રેકોર્ડ ઘણો સારો હોય તે મહાન ખેલાડી છે.

યુવરાજે સિંહે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. યુવરાજને કરિયરનો અંત લાવવા વિદાય મેચ પણ રમવાની તક નહોતી મળી.

યુવરાજે સિંહે ભારત તરફથી 40 ટેસ્ટમાં 3 સદી અને 11 અડધી સાતે 1900 રન, 304 વન ડેમાં 14 સદી અને 52 અડધી સદી સાતે 8701 રન અને 58 ટી-20માં 136.4ના સ્ટ્રાઇક રેટથી 1177 રન બનાવ્યા છે.