અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું હતું કે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અત્યાર સુધી તેમનું વજન પાંચ કિલો જેટલું ઘટ્યું છે. આ વાત તેમના માટે ઘણી જ સારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વજન ઉતરવાને કારણે પગલાં હળવા બન્યા અને ડાયટ પર પણ કંટ્રોલ થયો છે. એકંદરે આ ફાયદાકારક રહ્યું છે.
15 ઓક્ટોબરે રાત્રે બે વાગે અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યા હતાં ત્યાર બાદ 18 ઓક્ટોબરે રજા આપવામાં આવી હતી.
અમિતાભ બચ્ચન બે વર્ષ બાદ આ વખતે દિવાળી પાર્ટી આપવાના છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં બિગ બીની દિવાળી પાર્ટી લોકપ્રિય છે. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપતી હોય છે.