મુંબઈઃ બોલીવુડ એક્ટર બોમન ઈરાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક મહિલા ઓટો ડ્રાઇવ સાથે બેસીને તેની પ્રશંસા કરી રહ્યા છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં બોમન ઇરાની એક ઓટોમાં બેઠેલા દેખાય છે, ત્યારે તેમની પાસેથી અન્ય એક ઓટો પસાર થાય છે. જેને મહિલા  ડ્રાઇવ કરતી હોય છે. તેમાં બેઠેલા બે શખ્સો બોમનને જોતાં જ વાત કરવા લાગે છે. તેઓ એક્ટર સાથે ફોટો લેવાની વિનંતી કરી છે.

બોમન તેના ફેન્સને નિરરાશ કરતો નથી અને ફોટો લેવા માટે રાજી થઈ જાય છે. બંને ઓટો એક જગ્યાએ અટકે છે અને બાદમાં બોમન ફોટો પડાવે છે. બોમનના વીડિયોમાં જોવા મળતી મહિલા ઓટો ડ્રાઇવર પણ તેની સાથે ફોટો પડાવે છે. જેની સાથે તે ઓટોમાં બેસવાની રિકવેસ્ટ કરે છે. બોમન સાથે ફોટો લેવાની ખુશી મહિલાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય ચે.

જે બાદ બોમન જણાવે છે કે ઓટો ચલાવતી મહિલાનું નામ લક્ષ્મી છે. જે મરાઠી સીરિયલ્સમાં એક્ટિંગ કરે છે અને રાતે મુંબઈની સડકો પર ઓટો ચલાવવાનું કામ કરે છે. વીડિયો પોસ્ટ કરીને લખેલા મેસેજમાં બોમન ઇરાનીએ લક્ષ્મીને અન્યો માટે પ્રેરણા અને રિયલ લાઇફ હીરો ગણાવી હતી. આ ઉપરાંત તેની હંમેશા ખુશ રહેવાની પ્રાર્થના પણ કરી હતી.