મુંબઇઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સ્ટાર હીરો ધનુષ હાલમાં કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે, ધનુષને મદ્રાસ હાઇકોર્ટે એક ખાસ કેસમાં સમન્સ પાઠવ્યું છે. ખરેખરમાં એક કપલ કિથરેસન તથા પત્ની મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો દીકરો છે, અને દીકરા તરીકે તે દર મહિને વળતર ચૂકવે, આ કેસ ઘણા લાંબા સમયથી ચાલે છે. હવે આ કેસના સંદર્ભમાં હાઇકોર્ટે એક્ટરને સમન્સ મોકલ્યું છે.
કથિરેસને કોર્ટમાં દાવો કર્યો હતો કે એક્ટરે પિતૃત્વના ખોટા દસ્તાવેજો જમા કરાવ્યા હતા. બાદમાં તેમને એક્ટર પર વળતરનો કેસ કરી દીધો હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મદુરાઈ કોર્ટની બેંચે કથિરેસનની અરજી રદ્દ કરી હતી. ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટે આ કેસમાં ધનુષ વિરુદ્ધ નોટિસ ઇશ્યૂ કરી હતી. કથિરેસન તથા મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો ત્રીજો દીકરો છે. તે પોતાનું ઘર છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કરિયર બનાવવા માટે ચેન્નઈ જતો રહ્યો હતો.
કપિલે ધનુષ પાસેથી મહિને 65 હજારના વળતરની માગણી કરી આક્ષેપ મૂક્યો હતો કે તે તેના માતા-પિતા હતા. ધનુષે આ કપલના આક્ષેપોનો કોર્ટમાં ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે