બૉલીવુડનો કિસિંગ સ્ટાર ઇમરાન હાશમી આ નવી હૉટ એક્ટ્રેસ સાથે કરવા માગે છે એક સીન, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાને હાલમાં કેદારનાથ ફિલ્મથી ડેબ્યૂ કર્યુ છે, તે એક્ટ્રેસ અમૃતા સિહની પુત્રી છે. જ્યારે ઇમરાન ચીટ ઇન્ડિયા ફિલ્મનો મેન હીરો છે. તેની ફિલ્મ આગામી 18 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે.
હાલમાં એક્ટર ઇમરાન હાશમી પોતાની આગામી ફિલ્મ ચીટ ઇન્ડિયાના પ્રમૉશનમાં બિઝી છે, પણ તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ખાસ ઇચ્છા દર્શાવી છે. ઇમરાન હાશમીને એક્ટ્રેસ સારા અલી ખાન બહુજ ગમે છે.
ઇમરાન હાશમીએ કહ્યું કે મારે ભવિષ્યમાં નવી હીરોઇન સારા અલી ખાન સાથે એકવાક કામ કરવાની ઇચ્છા છે, હું તેના અભિનયથી પ્રભાવિત થયો છું. તેની નવી ફિલ્મો તો મે નથી જોઇ, પણ પરિવારજનો તેને ખુબ વખાણી રહ્યાં છે. મારી ઇચ્છા પણ સારા અલી ખાન સાથે કામ કરવાની જરૂરથી છે.
મુંબઇઃ બૉલીવુડનો કિસિંગ હીરો અને સ્ટાર એક્ટર ઇમરાન હાશમી બૉલીવુડની નવી સ્ટારની સાથે કામ કરવા માંગી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન હાશમીએ કહ્યું કે, તે સારા અલી ખાન સાથે કામ કરવા માગે છે.