આ બોલરે તોડ્યો બિશન સિંહ બેદીનો 44 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે
બિહાર માટે ઓપનિંગ બેટિંગ કરતાં મંગલ મનોહરે સૌતી વધારે 53 રન બનાવ્યા હતા. આ પહેલા મહેમાન ટીમને બિહારે બીજી ઇનિંગમાં 238 રનમાં ઓલઆઉટ કરી હતી. મેજબાન ટીમ તરફથી આશુતોષ અમને સાત વિકેટ લીધી અને એક સીઝનમાં બિશન સિંહ બેદી (64) રનની સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો. તેણે આ સીઝનમાં કુલ 68 વિકેટ લીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારે બુધવારે અહીં રણજી ટ્રોફીના પ્લે ગ્રુપના એક રોમાંચક મેચના ત્રીજા દિવસે મણિપુરને ત્રણ વિકેટથી હાર આપી હતી. મેચના ત્રિજા દિવસે બિહારે મણિપુરને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને મેજબાને ટીમે 25.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને મેળવ્યો હતો.
પટનાઃ બિહારના સ્પિનર આશુતોષ અમને બુધવારે રણજી ટ્રોફીના એક સેશનમાં પોતાની 65મી વિકેટ મેળવીને મહાન ક્રિકેટર બિશન સિંહ બેદીને પાછળ છોડીને એક રેકોર્ડ બનાવ્યો છે. બિહારે મણિપુરને ત્રણ વિકેટથી હાર આપી હતી, જોકે ક્વાર્ટરફાઈનલ માટે પ્લે ગ્રુપમાંથી એકમાત્ર સ્થાન ઉત્તરાખંડે મિઝોરમ પર બોનસ પોઈન્ટથી જીત મેળવીને લીધું હતું. 32 વર્ષીય અમને આ ઉપલબ્ધિ મણિપુરના સંગતપમ સિંહને આઉટ કરીને 65મી વિકેટ મેળવી હતી. આ રીતે તેણે પૂર્વ ભારતીય કેપ્ટન બિશનસિંહ બેદી તરફથી 1974-75માં કરવામાં આવેલ 64 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. ભારતીય વાયુસેના કર્મચારી અમને 71 રન આપીને સાત વિકેટ મેળવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -