સલમાનનો આ કો-સ્ટાર બીજી વાર બનશે પિતા, ઘણા સમયથી ઈંડસ્ટ્રીથી દૂર
ઉલ્લેખનીય છે કે ફરદીન ખાન ઘણા સમયથી બોલીવુડથી દૂર છે. એક સમયે તેને સ્માર્ટ એક્ટર્સમાં ગણવામાં આવતો. પણ થોડી ફિલ્મો ફ્લોપ થતાં તેણે બોલીવુડથી દૂર થઈ ગયો છે. ફરદીન ‘ખુશી’, ‘દેવ’, ‘ઓમ જય જગદીશ’ ‘નો એંટ્રી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.
ફરદીનના લગ્ન એક્ટ્રેસ મુમતાઝની દિકરી નતાશા સાથે 2005માં મુંબઈમાં થયા હતા.
ઉલ્લેખનીય છે કે ફરદીન અને નતાશાને ત્રણ વર્ષની એક દિકરી છે. અને આ સમાચારથી તેમનો આખો પરિવાર ખૂબ ખુશ છે.
બોલીવુડ એક્ટર ફરદીન ખાન ઘણા સમયથી લાઈમ લાઈટથી દૂર છે. પણ તેના ફેંસ માટે સમાચાર છે કે, ફરદીનની પત્ની નતાશા બીજી વાર પ્રેગનેંટ છે.
નતાશા હાલ લંડનમાં છે. તેની પ્રેગનેંસીના ત્રણ મહિના પૂરા થઈ ગયા છે. અહેવાલ છે કે નતાશાની ડિલીવરી લંડનમાં જ થશે. ફરદીન પણ થોડા સમય પહેલા લંડનમાં હતો પણ હવે તે પાછો આવી ગયો છે.
થોડા સમય પહેલા તેની એક તસવીર વાઈરલ થઈ હતી. જેમાં તેનું વજન ઘણું વધી ગયું છે. ચર્ચા એવી પણ છે કે ફરદીન સલમાન ખાન સાથે નો એંટ્રીની સિક્વલમાં દેખાશે. જો કે આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કે પુષ્ટી કરવામાં આવી નથી.