બૉલીવૂડનો આ હીરો બન્યો 2018નો સૌથી મૉસ્ટ હેન્ડસમ એક્ટર, સલામાન રહ્યો પાંચમાં નંબરે
તાજેતરમાં જ worldstopmost.com એ રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં દુનિયાના સૌથી હેન્ડસમ અભિનેતાઓનુ નામ હતું. આમાં બૉલીવૂડ એક્ટર ઋત્વિક રોશન પહેલા નંબરે રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ તાજેતરમાં જ worldstopmost.comની વેબસાઇટે દુનિયાના સૌથી હેન્ડસમ એક્ટર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે, આ લિસ્ટમાં ઋત્વિક રોશનને ટૉપની પૉઝિશન મળી છે, ઋત્વિકને મૉસ્ટ હેન્ડસમ એક્ટર ઇન ધ વર્લ્ડ ગણાવ્યો છે. આ લિસ્ટમાં ઋત્વિક રોશને સલામાન ખાનને પાછળ પાડી દીધો છે, સલમાનને નંબર પાંચની પૉઝિશન મળી છે.
તાજેતરમાં જ પોતાના બર્થડે મનાવવા વાળો ઋત્વિક રોશન હવે ટુંકસમયમાં ફિલ્મ ‘ક્રિસ 4’માં દેખાશે. આ ઉપરાંત ઋત્વિક બિહારમાં ‘સુપર 30’ ચલાવવા વાળા આનંદ કુમારની બાયૉપિક પર પણ કામ કરી રહ્યો છે.
10 મૉસ્ટ હેન્ડસમ એક્ટરની યાદીમાં સૌથી ટૉપ પર ઋત્વિક રોશન, ત્યારબાદ રોબર્ટ પેટીન્સન, ગોડફ્રે ગાઓ, ક્રીસ ઇવાન્સ, સલમાન ખાન, ડેવિડ બોરિઅનાઝ, નોઅન મિલ્સ, હેનરી કેવિલ, ટોમ હેડલસ્ટન અને સેમ હેગનનો સમાવેશ થાય છે.
આ પહેલા ઋત્વિક રોશન સેક્સિએસ્ટ એશિયન મેન, વર્લ્ડ હૉટેસ્ટ મેન જેવા એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. આ લિસ્ટમાં ઇન્ડિયન બૉલીવૂડનો એક્ટર સલમાન પણ પાંચમા સ્થાને રહ્યો છે. જોકે ખાસ વાત એ છે કે 52 વર્ષના સલમાન પણ ખુબ સ્માર્ટ અને હેન્ડસમ ગણાય છે.
ઋત્વિક રોશન કેટલાક સ્માર્ટ બૉલીવૂડ અને હૉલીવૂડ હિરોઝને પાછળ પાડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સર્વેમાં એક્ટરનો લૂક, ફેન ફૉલોવિંગ, બૉક્સ ઓફિસ પર તેમની પકડ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને ધ્યાનમાં રાખીને રેન્કિંગ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 44 વર્ષના ઋત્વિક રોશનની ડેશિન પર્સનાલિટી અને કિલર લૂક પર અનેક ગર્લ્સ ફિદા છે, એટલું જ નહીં ઋત્વિક બૉલીવૂડમાં ઓછા અને હૉલીવૂડમાં વધારે દેખાય છે, જેના કારણે આખી દુનિયા માની ચૂકી છે કે ઋત્વિક રોશન દુનિયાનો સૌથી હેન્ડસમ એક્ટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -