'તારક મહેતા...'માં ખુલશે આ મોટું રહસ્ય, જાણો શોમાં શું આવશે નવું Twist
જો કે એમ તો આ સીરિયલને લઇને કેટલાક સવાલ છે, જેના જવાબ હજુ સુધી મળી શક્યા નથી. આ શોમાં પોપટલાલના લગ્ન ક્યારે થશે? અને દયા બેનની માતા કોણ છે? વગેરે જેવા સવાલનો જવાબની પણ દર્શકો રાહ જોઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાત્ર પિંકૂ આ બધા વચ્ચે ચુપચાપ બેઠેલો રહે છે અને અંતમાં બહાનું બનાવીને કોલેજમાંથી ગાયબ થઇ જાય છે. ટપ્પુને તે સમયે ચિંતા થાય છે જ્યારે તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. તમામ તેને શોધવા લાગે છે અને ગોકુલધામના સૌથી મોટા રહસ્ય પરથી પરદો ઉઠે છે. કોણ છે પિંકૂના માતા-પિતા? કેમ તેમની ઓળખ છુપાવી રાખવામાં આવી? શું છે રહસ્ય? આ તમામ સવાલોના જવાબ તમને હવે ટૂંક સમયમાં મળી જશે.
સીરિયલમાં તેની શરૂઆત ત્યારે થાય છે જ્યારે એક દિવસ કોલેજમાં તમામ પોતાના માતા પિતા વિશે વાતચીત કરે છે અને તેમની સાથે વિતાવેલી પોતાની બેસ્ટ ક્ષણોને વિસ્તારથી જણાવે છે પછી તમામ પોત પોતાના માતા પિતાને 'આઇ લવ યૂ'નો મેસેજ મોકલે છે અને તુરંત તેમનો જવાબ પણ આવે છે.
શોના ક્રિએટર અસિત કુમાર મોદી હવે બે નવા કલાકારોને પિંકૂના માતા પિતા તરીકે શોમાં લાવી રહ્યા છે. આ કહાને બતાવવા માટે ટ્રેક 17 જાન્યુઆરીથી શોમાં શરૂ થશે. આસિતનું કહેવુ છે કે, પિંકૂ ટપ્પુ સેનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેને તમામ પ્રેમ કરે છે. તે ગોકુલધામમાં તમામની મદદ કરતો રહે છે પરંતુ હજુ સુધી અમે તેના માતા પિતા કે પરિવારના કોઇ પણ સભ્યને બતાવ્યા નથી. દર્શક અમને વારંવાર પુછતાછ કરતા રહે છે. અંતે અમે નિર્ણય કર્યો કે હવે આ રહસ્યથી પરદો ઉઠાવી લેવામાં આવશે.
મુંબઈઃ ટીવી ટીઆરપીમાં નંબર વન પર ચાલી રહેલ સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીના ટપ્પૂ, સોનું, ગોગી અને ગોલી બદાના માતા પિતા છે. પરંતુ ટપ્પૂ સેનાના એક સભ્ય પિંકૂના માતા પિતા ક્યારેય સીરિયલમાં જોવા મળ્યા નથી. કોણ છે તે? અત્યાર સુધી શા માટે તે જોવા ન મળ્યા? નવા વર્ષમાં આ રહસ્ય પરથી પડદો ઉંચકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -