અભિનેતા ઈરફાન ખાને પોતાને કઈ બીમારી હોવાનો કર્યો ખુલાસો, વિદેશમાં કરાવશે સારવાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈરફાન ટ્વીટ કરીને કહ્યું, સારવાર માટે વિદેશ જઈ રહ્યો છું. મારી તમામ પાસે પ્રાર્થના છે કે તેઓ મારા માટે દુઆ કરે. મારી બીમારીને લઈને ન્યૂરોની જે અફવા ફેલાવવામાં આવી રહી છે, એટલે જણાવી દઉ કે ન્યૂરો હંમેશા બ્રેન માટે નથી હોતું, જે લોકોએ મારા નિવેદનની રાહ જોઈ, મને આશા છે કે હુ ફરી વધારે સ્ટોરી લઈને પાછો આવીશ.
ત્યારબાદ તેની બીમારીને લઈને ઘણી આશંકાઓ લગાવવામાં આવી રહી હતી. અનેક રિપોર્ટ્સમાં કહેવામા આવતુ હતું કે ઈરફાન ખાનને બ્રેઈન ટ્યૂમર છે. પરંતુ હવે તેણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરની બીમારીથી પીડિત છે અને તેની સારવાર માટે વિદેશ જઈ રહ્યો છે.
નવી દિલ્લી: ઈરફાન ખાને પોતાની બીમારીને લઈને ટ્વીટ કર્યું છે. સ્ટાર અભિનેતા ઈરફાન ખાને ટ્વીટ કરીને પોતાની બીમારીની જાણકારી આપી છે, અને જણાવ્યું છે કે તે તેનો સામનો કરી રહ્યો છે. આ પહેલા ઈરફાન ખાને 5 માર્ચના રોજ એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે એક બીમારીથી પીડાઈ રહ્યો છે અને તે જલ્દી તે બીમારીનો ખુલાસો કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -