✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડ અભિનેતા જિતેન્દ્ર વિરૂદ્ધ નોંધાઈ જાતીય શોષણની ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2018 07:03 AM (IST)
1

જિતેન્દ્ર પર તેની સાવકી બહેને આ આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે જિતેન્દ્ર તે સમયે પોતાની ફિલ્મના શૂટિંગ માટે દિલ્હીથી શિમલા આવ્યા હતા. શિમલા આવ્યા બાદ તે પીડિતાને મળવા માટે તેના રૂમમાં આવ્યા. આ દરમિયાન તેણે પીડિતાનું જાતીય શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

2

શિમલાના એસપી ઓમાપતિ જામવાલે કહ્યું કે આ મામલે પોલિસ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. અમે આ મામલે તમામ મુદ્દે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીડિતાએ પોલીસને ઈમેલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી અનુસાર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખતા પીડિતાને બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવી શકે છે. હાલમાં કેસ માત્ર ઈમેલના આધારે નોંધવામાં આવ્યો છે.

3

નવી દિલ્હીઃ શિમલા પોલીસે બોલીવુડ અભિનેતા જિતેન્દ્ર વિરૂદ્ધ મહિલાની સાથે જાતીય શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડિત મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી કે જિતેન્દ્રએ તેની સાથે જાન્યુઆરી 1971માં જાતીય શોષણ કર્યું હતું. તે સમયે તે 18 વર્ષની હતી જ્યારે જિતેન્દ્રની ઉંમર 28 વર્ષની હતી. પોલીસે હાલમાં મળેલી ફરિયાદને આધારે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ અભિનેતા જિતેન્દ્ર વિરૂદ્ધ નોંધાઈ જાતીય શોષણની ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.