નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં વરસાદે માજા મુકી છે. વરસાદના કારણે ખાસ મહત્વની મેચો રદ્દ કરવામાં આવી છે. વરસાદથી મેચો રદ્દ થતાં દર્શકો અને ક્રિકેટ ફેન્સ પરેશાનીમાં મુકાયા છે. ત્યારે એક્ટર કમાલ ખાને એક ટ્વીટ કરીને વર્લ્ડકપ મેનેજમેન્ટને આડેહાથે લીધુ છે. આ ટ્વીટ હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યું છે.



કમાલ ખાને ટ્વીટ કરતાં લખ્યુ કે, "યુકેમાં હાલ વરસાદની સિઝન છે, એટલે મને એ ખબર નથી પડતી કે આઇસીસીએ આ સિઝનમાં વર્લ્ડકપનુ આયોજન કેમ કર્યુ. અડધી મેચો તો રમાશે જ નહીં તો વર્લ્ડકપ શું વાતનો."


વર્લ્ડકપમાં વારંવાર વરસાદી વિઘ્નને લઇને કમાલ ખાને ખાસ રિએક્શન આપ્યુ છે, જે સીધુ આઇસીસીની મેનેજમેન્ટ ટીમ પર નિશાન છે. ઉલ્લેખનીય છે કે, કમાલ ખાન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરેક મોટી ઘટનાઓ પર રિએક્શન આપતા રહે છે.