નવી દિલ્હીઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને સરકાર અને સુરક્ષાકર્મીઓ તૈનાત છે. સતત વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ ભારે તબાહી મચાવી શકે એવી શક્યતાની વચ્ચે હવે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતા અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ નહીં ટકરાય.



ભારતીય હવામાન ખાતાની વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ આજે અમદાવાદમાં કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠાએ વાયુ વાવાઝોડુ નહીં ટકરાય. આ વાવાઝોડુ વેરાવળ, પોરબંદર, દ્વારકાની નજીકથી પસાર થઇને ફંટાઇ જશે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે પવન-આંધી અને વરસાદ પડી શકે છે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય કલાકોથી વાયુને લઇને સતત સુરક્ષા વધારવામાં આવી રહી હતી. સમુદ્રની ઉંચી લહેરો અને મોજાને જોઇને આ વિસ્તારના લોકોને આજુબાજુના ગામોમાં સહીસલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.