મુંબઈઃ 21મી સદીના મહાનયક અમિતાભ બચ્ચને ફરી પોતાનું વચન પાળ્યું છે. તેમણે ખેડૂતોને આપેલ વચન પાળ્યું છે. તેમણે બિહારના બે હજારથી વધારે ખૂડોતનું દેવું ચૂકવી દીધું છે.

એક્ટરે લખ્યુ, ‘વાયદાનો પૂરો કર્યો છે. બિહારના ખેડૂતો જેમની લોન બાકી હતી, તેમાંથી 2100ને અમે પસંદ કર્યા અને OTS (વન ટાઈમ સેટલમેન્ટ) સાથે તેમની બાકી રકમ ચૂકવી દીધી. તેમાંથી કેટલાક લોકોને ‘જનક’ પર બોલાવીને શ્વેતા અને અભિષેકના હાથે વ્યક્તિગત રીતે લોનની બાકી રકમ આપી.’



જણાવી દઈએ કે ‘જનક’ અમિતાભ બચ્ચનના બંગલાનું નામ છે. આ પહેલા બિગ બીએ લખ્યું હતું, ‘તેવા લોકો માટે ગિફ્ટ છે જેઓ લોન ચૂકવવામાં અસમર્થ છે. તે લોકો હવે બિહાર રાજ્યથી હશે.’ આ પહેલીવાર નથી જ્યારે અમિતાભ ખેડૂતોની મદદ કરી હોય. પાછલા વર્ષે પણ તેમણે ઉત્તર પ્રદેશના 1 હજારથી વધારે ખેડૂતોની લોન ચૂકવી હતી.