સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેડી’માં કામ કરી ચૂકેલા મોહિત બઘેલનું અચાનક મોત થતાં પરિવાર, મિત્રો તથા ફિલ્મ જગતના શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અહેવાલ પ્રમાણે મોહિત છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યો હતો અને અને નોઈડામાં તેની સારવાર ચાલી રહી હતી. મોહિત હાલમાં તેમના ઘેર મથુરામાં હતો.
મોહિત છેલ્લીવાર 2019માં રિલીઝ થયેલી પરિણીત ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ જબરિયા જોડીમાં નજર આવ્યો હતો.