મુંબઈ: એક્ટર વરુણ ધવનની માસીનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. તેઓ અમેરિકાના શિકાગો શહેરમાં રહેતા હતા અને ત્યાંજ તેમનું નિધન થયું છે.

વરુણ ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટમાં પોતાની માસીને શ્રદ્ધાંજિલ આપતા લખ્યું કે, ‘લવ યૂ માસી’ સાથે ગાયત્રીમંત્ર પણ લખ્યો છે. જો કે, વરુણે પોતાની માસીના મોતના કારણ અંગે સોશિયલ મીડિયા પર કંઈ લખ્યું નથી, પરંતુ એબીપી ન્યૂઝના સૂત્ર અનુસાર તેમનું નિધન કોરોના વાયરસના કારણે થયું છે.


ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીની પુત્રી એક્ટર ઝોયા મોરાની જ્યારે મુબઈમાં એક હોસ્પિટલમાં સારવાર કરાવી રહી હતી ત્યારે વરુણ ધવને ઝોયા સાથે ઈન્સ્ટા પર ચેટ કરી હતી. તે દરમિયાન વરુણે જણાવ્યું હતું કે, અમેરિકામાં રહેતા તેમના એક સંબંધી કોવિડ-19થી સંક્રમિત છે, તેમની સારવાર ચાલી રહી છે. જો કે વરુણે તે સમયે નામ નહોતું જણાવ્યું.