હૈદરાબાદ: ‘શ્રીનિવાસ કલ્યાણ’ અને ‘ચલ મોહન રંગા’ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે જાણીતા તેલુગુ એક્ટર નિતિને ગર્લફ્રેન્ડ શાલિની સાથે સગાઈ કરી લીધી છે. હૈદરાબાદમાં પોતાના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં સગાઈ કરી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

નિતિને સગાઈની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં પારંપરિક પોશાકમાં આ જોડી ખૂબસૂરત નજર આવી રહી છે.


શાલિનીએ યૂકેની યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે નિતિને છેલ્લા 8 વર્ષથી ઓળખે છે. બન્ને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા.


તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં નિતિને પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “આ કોઈ અન્ય લવ સ્ટોરીની જેમ નથી. અમે કોમન ફ્રેન્ડની જેમ મળ્યા હતા અને બાદમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.”