મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ હવે ડાયરેક્ટર નિતેશ તિવારી બનાવી રહ્યાં છે, રિપોર્ટ પ્રમાણે નિતેશ તિવારી 'રામાયણ' પર ત્રણ ભાગમાં મેરાથોન ફિચર સીરીઝ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. હવે આ ફિલ્મમાં રામ-સીતા અને રાવણના પાત્રને લઇને મોટા સમાચાર મળ્યા છે.

રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ 'રામાયણ'માં રામ અને સીતા તરીકે બૉલીવુડના બે મોટા કલાકાર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળી શકે છે. જોકે, બીજા એક ખાસ કેરેક્ટર 'રાવણ'ની કાસ્ટિંગને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે સાઉથ સુપરસ્ટાર પ્રભાસનુ નામ સામે આવ્યુ છે. એટલે કે રામાયણમાં પ્રભાસ રાવણનો રૉલ પ્લે કરી શકે છે.



એક મીડિયાના હવાલાથી કહેવાઇ રહ્યુ છે કે, આ વાત પર ખુદ રામાયણ અને નિર્દેશક નિતેશ તિવારી સાથે જોડાયેલા ખાસ સુત્રોએ માહિતી આપી છે. સુત્રો અનુસાર, આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના બજેટ સાથે બની રહી છે. જે ભારતીય ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી મોટા બજેટ વાળી ફિલ્મ હશે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.