પીએમ મોદીને આ સન્માન ભારતમાં સ્વચ્છતાની દિશામાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ સુધારાઓ માટે બિલ-મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદી આજે ન્યૂયોર્કમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે.
મોદીને 50 કરોડ લોકોને સ્વચ્છતા પ્રદાન કરવા માટે એવોર્ડ
ફાઉન્ડેશન અનુસાર, આ એવોર્ડનો ઉદેશ્ય એવા રાજકીય નેતાને ‘વિશેષ સન્માન’ આપવાનું છે, જેને પોતાના દેશમાં કે વિશ્વ સ્તર પર પ્રભાવશાળી કાર્યોના માધ્યમથી ‘ગ્લૉબલ ગૉલ્સ’ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ફાઉન્ડેશને કહ્યું કે, ‘અમે મોદીને ભારતમાં 50 કરોડથી વધુ લોકોને સ્વચ્છતા પ્રદાન કરવા માટે પોતાના વાર્ષિક ‘ગૉલકીપર્સ ગ્લૉબલ ગૉલ્સ’ એવોર્ડ આપીશુ.
નોંધનીય છે કે પીએમ મોદીએ 2જી ઓક્ટોબર, 2014ના દિવસે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની શરૂઆત કરી હતી.