નવી દિલ્હીઃ દેશ હાલ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે અને તેમાં મજૂરો સૌથી વધારે પ્રભાવિત થયા છે. મજૂરોની મદદ માટે અનેક સેલેબ્સ આગળ આવ્યા છે. તેઓ ખુદ આ પ્રવાસી અને જરૂરિયાતમંદોની સારવાર કરી રહ્યા છે ઉપરાંત ફેન્સ તથા અન્ય લોકોને પણ આગળ આવીને મદદ કરવા વિનંતી કરી રહ્યા છે.

એક્ટર પ્રકાશ રાજે કહ્યું, હાલ આશરે રોજના 500 લોકોને ભોજન કરાવી રહ્યો છે. હું મારા ખેતરમાંથી આવતા પાકનો ઉપયોગ કરીને લોકોની મદદ કર રહ્યો છું.


તેણે કેટલીક તસવીર શેર કરીને ટ્વિટ કરીને લખ્યું, પ્રવાસી રોડ પર છે. મારા સહ નાગરિકો સડકો પર ચાલી રહ્યા છે. જમવાનું બની રહ્યું છે અને આશરે 500 લોકો જમી રહ્યા છે. આ બધુ પ્રકાશ રાજ ફાઉન્ડેશનની પહેલ છે. પ્રવાસીઓને એવા મજબૂર ન થવા દો કે તેમની મદદનો કોઈ રસ્તો ન નીકળે.

આ પહેલા પ્રકાશ રાજ અનેક વખત મદદનો હાથ લંબાવી ચુક્યો છે. થોડા દિવસો પહેલા તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, લોન લઈને પણ જરૂરિયાતમંદોની મદદ કરીશ.