નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે પોતાના ડેસ્કટૉપ યૂઝર્સ માટે એક ખાસ સ્ક્રીન ફિચર રૉલઆઉટ કર્યુ છે. ફેસબુકે ડેસ્કટૉપ યૂઝર્સ માટે વેબસાઇટની નવી ડિઝાઇન આપી છે, જે ડાર્ક મૉડ સ્ક્રીન વાળી છે. યૂઝર્સ માત્ર એક ટૉગલ ઓન કરવાથી આ ડાર્ક મૉડનો ઉપયોગ કરી શકે છે.


ખાસ વાત છે કે, ફેસબુકે આ ડાર્ક મૉડ ઓપ્શન માત્રે ડેસ્કટૉપ યૂઝર્સ માટે જ આપ્યો છે, જો તમને ડાર્ક મૉડ ઇન્ટરફેસ પસંદ ના હોય તો તમે જુની સ્ક્રીન સાથે પણ કામ કરી શકો છે, એટલે કે એક ઓપ્શન તરીકે આપવામાં આવ્યુ છે.

ફેસબુક લાંબા સમયથી પોતાના યૂઝર્સ માટે આ ફિચર પર ટેસ્ટિંગ કરી રહી હતી, એપમાં કંપનીએ કેટલા ફેરફારો કર્યા છે હવે કંપની વેબસાઇટ મૉડ પર ફેરફાર કરી રહી છે.



ફેસબુકની નવી ડિઝાઇનમાં શું છે ખાસ....
ફેસબુકના ડાર્ક મૉડ ઇન્ટરફેસમાં બેકગ્રાઉન્ડ પુરેપુરુ બ્લેક છે. આ ડાર્ક મૉડનો ફાયદો એ થાય છે કે આંખો પર બ્રાઇટનેસની અસર ખુબ ઓછી થાય છે. ડેસ્કટૉપની નવી ડિઝાઇનમાં વીડિયો જોવા, ઇવેન્ટ ક્રિએએટ કરવા, પેજ બનાવવા અને ગ્રુપ બનાવવા આસાન થશે. એડમિન રિલય ટાઇમમાં પ્રિવ્યૂ પણ જોઇ શકશે.