ઋષિ કપૂરના ભાઇ રાજીવ કપૂરના નિધન બાદ બોલિવૂડના દરેક સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. જો કે રણબીર કપૂર સોશિયલ મીડિયા પર નથી તેવામાં તેમની સ્થિતિના સમાચાર તેમના ફેન્સને નથી મળતાં. બોલિવૂડ હંગામાના એક રિપોર્ટ મુજબ રણબીર કપૂર રાજીવ કપૂરની સૌથી નજીક હતા. બંને ઘણી વખત સાથે સમય વિતાવતા હતા.

રણબીર કપૂર અને રાજીવ કપૂર જ્યારે મળતાં કલાકો સુધી વાતો કરતા રહેતા. રાજીવ કપૂર પણ રણબીરને તેમની દીલની બધી જ વાત કરતા. રણબીર કપૂરના એક નજીકના મિત્રે કહ્યું કે, પિતા બાદ રણબીર કપૂરની નજીક તેના રાજીવ અંકલ હતા.

ગત વર્ષે પિતાને ગુમાવ્યા બાદ રણબીર કપૂર માટે રાજીવ કપૂર સૌથી નજીક હતા. હાલ રણબીર તેના અંકલ રાજીવ કપૂરને ખૂબ  મિસ કરી રહ્યો છે. પિતા બાદ કાકાના નિધનથી રણબીર કપૂર ઊંડા આઘાતમાં સરી પડ્યાંના સમાચાર મળી રહ્યાં છે.


આલિયા સાથે કરશે લગ્ન

આલિયા ભટ્ટ અપ્રત્યક્ષ રીતે કપૂર ફેમિલિનો હિસ્સો બની ગઇ છે. આલિયા અને રણબીર એકબીજાથી ખૂબ જ ક્લોઝ છે. બંને સેલેબ્સ એકબીજાના ફેમિલિ ફંકશનમાં પણ જોવા  મળે છે. 2020માં બંનેના લગ્નની અટકળો સેવાઇ રહી હતી. જો કે કોવિડના કારણે લગ્ન પોસ્ટપોન કર્યા. બંને આ વર્ષે લગ્નબંધનમાં બંધાઇ તેવી શક્યતા જોવાઇ રહી છે.