IND vs ENG: ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા. અક્ષર પેટેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે બુમરાહ અને સુંદરના સ્થાને સિરાજ અને કુલદીપને સામેલ કરાયા છે.


રોહિતની સદી

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત થઈ હતી. મેચની બીજી જ ઓવરમાં શુભમન ગિલ 0 રન બનાવી આઉટ થયો હતો. લંચ સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવી 106 રન બનાવ્યા હતા. ગિલ અને કોહલી ખાતુ પણ ખોલી શક્યા નહોતા.  પુજારા 21 રન બનાવી આઉટ થયો હતો. હાલ ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 205 રન છે. રોહિત શર્મા 135 રને અને રહાણે 49 રને રમતમાં છે. રોહિત શર્માએ ટેસ્ટ કરિયરની સાતમી સદી ફટકારી હતી.



ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડની ટીમ

ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન

ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનારો ગુજરાતી અક્ષર પટેલ જીવે છે આવી વૈભવી લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો

IND Vs ENG: ભારતીય ટીમમાં વધુ એક ગુજરાતી ક્રિકેટરે કર્યું ટેસ્ટ ડેબ્યૂ, જાણો કોણ છે