ભારત સામે પાકિસ્તાનનો પરાજય થતાં પાક. ચાહકો નિરાશ થયા હતાં. આ વચ્ચે રણવીરે એક ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહેલા પાકિસ્તાની ચાહકને ગળે લગાવીને તેને હિંમત આપી હતી. આ ચાહકનું નામ આતિફ નવાઝ છે, જે લંડન બેઝ્ડ કોમેડિયન છે. આતિફે રણવીર સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આતિફે વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ભારતીય ફેન્સ સારા હોય છે. આ વીડિયોમાં રણવીર, આતિફને રણવીર કહી રહ્યો છે, ‘તારું મન નાનું ના કરીશ. પાકિસ્તાને સારું પ્રદર્શન કર્યું હતું, ફરી તક મળશે.’ રણવીરના આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
રણવીર સિંહે મેદાનમાં ‘પદ્માવત’ના સોન્ગ ‘ખલી બલી’ પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં ઉપસ્થિત ફેન્સે તેનો વીડિયો બનાવ્યો હતો. આ પહેલા રણવીરને વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે સુનીલ ગાવસ્કર સાથે ડાન્સ કરતા દેખાય છે.