મુંબઈ: ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની ફિલ્મોને ભોજપુરી ભાષા લોકો ખૂબ પસંદ કરે છે. રવિ કિશન તેની ફિલ્મોના મારધાડ વાલા સીનની સાથે-સાથે રોમેન્ટિક સીન કરવામાં પણ પાછ્યા હટ્યા નથી. રવિ કિશન તેની ઘણી ફિલ્મના સીન્સમાં અભિનેત્રીને કિસ કરતાં જોવા મળે છે. એવામાં રવિ કિશન જણાવે છે કે, એક સમયમાં તેમની પત્ની પ્રીતિ કિશનને તેને ફિલ્મોમાં કિસ કરવાને લઈને સવાલ પૂછ્યા હતા.



અહેવાલ પ્રમાણે, રવિએ કહ્યું હતું કે, એક વખત તેની પત્ની સાથે પોતાની ભોજપુરી ફિલ્મ જોઈ રહ્યા હતા. તેમાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને અભિનેત્રીને ઘણી વખત કિસ કરી હતી. તેની પર તેની પત્ની પ્રીતિએ સવાલ પૂછ્યો હતો કે, આખરે રવિ ફિલ્મની અભિનેત્રીને આટલી કિસ કેમ કરે છે?

રવિએ આગળ જણાવ્યું હતું કે, પત્નીનો આવો સવાલ સાંભળીને તેને ખોટું કહી દીધું કે, અભિનેતા અને અભિનેત્રી એકબીજાથી ખૂબ દૂર હોય છે. કેમરા કંઇક એવું બતાવે છે કે તેને પાસે લઈ આવે છે.

રવિએ આગળ કહ્યું હતું કે તેની પત્ની પ્રીતિ અંગે કંઈ જાણતી ન હતી. એવામાં તે આ વાતને આરામથી માની ગઈ હતી. પરંતુ થોડાક દિવસો બાદ રવિની પત્નીને આ અંગે ખબર પડી ગયું કે, ફિલ્મોમાં કિસિંગ સીન્સ સ્ક્રિપ્ટની ડિમાન્ડ અનુસાર કરવામાં આવે છે.