બૉલીવુડનો આ સૌથી પૉપ્યૂલર એક્ટર બનશે મધ્યપ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર, ખુદ CM કરી જાહેરાત
abpasmita.in | 07 Mar 2019 04:02 PM (IST)
ભોપાલઃ લોકસભાની ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા, લોકોને પોતાની તરફ ખેંચવા માટે નેતાઓ અભિનેતાઓને આગળ કરી રહ્યાં છે. હવે આ મુદ્દે મધ્યપ્રદેશના સીએમે મોટી જાહેરાત કરી છે. બૉલીવુડના દબંગ સલમાન ખાન હવે મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર હશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વાતની માહિતી આપી છે. કમલનાથે જણાવ્યું કે, "મેં સલમાન ખાન સાથે આ વિશે ચર્ચા કરી છે, તેમને પણ આ વાત પર હા પાડી દીધી છે." ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના પરિવારના મૂળીયા ઇન્દોરમાં છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું દાદાનું ઘર ઇન્દોરમાં છે. એટલું જ નહીં કલ્યાણમલ નર્સિંગ હૉમમાં તેમનો જન્મ થયો હતો. સલમાને ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં પણ સમય ગાળ્યો છે. સલમાનના પિતા સલીમ ખાન ઇન્દોરમાં જ મોટા અને જવાન થયા હતા. બાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા તેઓ મુંબઇ ચાલ્યા ગયા હતા.