ન્યુઝીલેન્ડના આ બૉલરે 15 બોલના ગાળામાં 4 રન આપીને 6 વિકેટ પાડી દીધી, જાણો વિગત
ક્રાઇસ્ટચર્ચઃ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. મેચના બીજા દિવસે ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બૉલિંગની સામે શ્રીલંકાની આખી ટીમ 104 રનના સ્કૉરે ઢેર થઇ ગઇ છે.
ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 178 રન બનાવ્યા હતા, બીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે પોતાની બીજી ઇનિંગમાં 2 વિકેટ પર 231 રન બનાવ્યા અને હવે તેમની કુલ લીડ 305 રનની થઇ ગઇ છે. બીજી ઇનિંગમાં પણ શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું. ટિમ સાઉથીએ 35 રન આપીને ત્રણ વિકેટ લીધી.
ટ્રેન્ટ બોલ્ટે શ્રીલંકાના રોશન સિલ્વા, ડિકવેલા, પરેરા, લકમલ, દુષ્મંથા ચામેરા અને લાહીરુ કુમારાને આઉટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ પોતાની છેલ્લી 6 વિકેટ માત્ર 10 રનની અંદર જ ગુમાવી દીધી હતી.
મેચમાં હુકમનો એક્કો સાબિત થતા ન્યૂઝીલેન્ડના બૉલર ટ્રેન્ટ બોલ્ટે ઘાતક બૉલિંગની પ્રદર્શન કર્યુ. શ્રીલંકાની બીજા દિવસની રમત ખરાબ રહી, બીજા પહેલા દિવસની રમત શ્રીલંકાએ 4 વિકેટ પર 88 રન હતી તેને આગળ વધારી, પણ ટ્રેન્ટ બોલ્ટે (30 રન આપીને 6 વિકેટ) માત્ર 15 બૉલની અંદર 6 વિકેટ ઝડપીને પાસુ પલટી દીધુ હતું.