વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના કયા દિગ્ગજ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો, જાણો વિગત
ટોચનું સ્થાન સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથને 1,212 રન સાથે મળ્યું છે. જ્યારે વિવ રિચાર્ડ્સ 1,154 રન સાથે બીજા ક્રમે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાનુંયોગ કોહલી અને દ્રવિડે આ રેકોર્ડ 11 ટેસ્ટમાં જ નોંધાવ્યો હતો. જ્યારે એક કેલેન્ડર વર્ષમાં ઓવરસીઝ ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં કોહલી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
વિરાટ કોહલીએ ચાલુ વર્ષે ઓવરસીઝ ટેસ્ટમાં 1,138 રન ફટકાર્યા છે. જ્યારે દ્રવિડે 2002ના કેલેન્ડર વર્ષમાં ઓવરસીઝ ટેસ્ટમાં 1137 રન કર્યાં હતા.
ભારતીય કેપ્ટન કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 82 રનનો સ્કોર કર્યો હતો. જોકે તે સદી ચૂકી ગયો હતો. આ ઈનિંગની સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં ઓવરસીઝ ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ ફટકારવાના રાહુલ દ્રવિડના 16 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -