કેરળ પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, એક કરોડ કર્યા દાન
abpasmita.in | 21 Aug 2018 10:10 PM (IST)
મુંબઈ: કેરળમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ આગળ આવી છે. ત્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ પોતાના એક ચાહકના કહેવા પર એક કરોડ રૂપિયા દાન કર્યા છે. સુશાંતે બેન્ક ટ્રાંઝેક્શનનો સ્ક્રીન શૉટ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે તેણે લખ્યું કે, ‘જે તું ઈચ્છતો હતો તે પૂર્ણ થયું દોસ્ત, તે મને આના લાયક બનાવ્યો. તેથી પોતાની જાત પર ગર્વ કરજે. ’ ઉલ્લેખનીય છે કે, કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધી 300 થી વધુ લોકના મોત થયા છે. તબાહી સામે ઝઝૂમી રહેલા કેરળની મદદ માટે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, દુલકર રહેમાન અને જેકલિન ફર્નાન્ડિસ જેવી ફિલ્મી હસ્તિઓ આગળ આવી છે અનો યોગદાન આપ્યું છે. આ હસ્તિઓએ બીજાને પણ રાજ્યની મદદ માટે દાન આપવાનો આગ્રહ કર્યો છે. અમિતાભે ટ્વિટ કર્યું કે, કેરળમાં સતત વરસાદના કારણે ભયાનક તબાહી સર્જાઈ છે. સેકડો અને હજારો ભાઈ-બહેનો ખૂબજ તકલીફમાં છે. આપણે કેરળના લોકોની જરૂરતોને પૂરી કરવા માટે જેટલું યોગદાન કરી શકીએ તેટલું કરવું જોઈએ, મે કરી દીધું છે. તમારે પણ જરૂરથી કરવું જોઈએ.