જલ્લીકટ્ટુ મુદ્દે દક્ષિણની કઈ હોટ હીરોઈન બની લોકોનો રોષનો ભોગ? શૂટિંગ કરવું પડ્યું કેન્સલ
તેણે આગળ કહ્યું કે, તમને ખુદને તમિલ કહેવડાવવા અથવા તમિલ સંસ્કૃતિ પર વાત કરવામાં શરમ આવવી જોઈએ. તૃષાએ ફિલ્મની ટીમ દ્વારા તેને સુરક્ષા અને સમર્થન કરવા પર આભાર વ્યક્ત કર્યો હતો. વિતેલા વર્ષે સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેના કારણે તેના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર લોકોની ભાષાથી હેરાન તૃષાએ કહ્યું, હું હેરાન છું કે લોકો આ પ્રકારની ભાષાનો ઉપયોગ માત્ર એટલા માટે કરે છે, કારણ કે તમે સોશિયલ મીડિયા પર કંઈ કહેવા માટે સ્વતંત્ર છો.
જોકે ટ્વિટર પર તૃષાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, મેં કોઈપણ મુદ્દે જલ્લીકટ્ટુ વિશે વાત કરી નથી. મારો મત સ્પષ્ટ કરવા માટે સિમ્બૂનો આભાર. તમિલ અભિનેતા સિમ્બૂએ આ પહેલા જલ્લીકટ્ટુના સમર્થનમાં વાત કરી હતી.
સમર્થકોએ વિરોધ પ્રદર્શન કરતા તૃષાને તેની વેનિટી વેનમાંથી બહાર આવીને માફી માગવાની માગ કરી. આ દરમિયાન, પ્રદર્શનકારીઓએ સૂત્રો પણ પોકાર્યા હતા. તે સમયે પોલીસે તૃષાને સુરક્ષા આપી હતી. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે જ્યાં સુધી તૃષા પેટાનું સમર્થન કરવા માટે માફી નહીં માગે ત્યાં સુધી તે તમિલનાડુમાં ફિલ્મનું શુટિંગ થવા નહીં દે.
પેટા સાથે જોડાયેલ હોવાને કારણે જલ્લીકટ્ટુના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કરતાં તૃષાની આગામિ ફિલ્મ ગર્જનઈના શૂટિંગમાં અવરોધ ઉભા કર્યા હતા જેના કારણે ફિલ્મનું શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું.
તૃષા ઘણાં સમયથી પીપુલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ એનિમલ્સ (પેટા)ની સાથે જોડાયેલ છે, જે આખલાની રમત જલ્લીકટ્ટુની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. સંસ્થાની માગ છે કે આ રમતનું સમર્થન કરનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે શનિવારે તૃષાના ટ્વિટર પરથી એક ટ્વિટ આવ્યું જેમાં લખ્યું કે, હું તમિલનાડુમાં છું અને પેટાનું સમર્થન કરું છું, તૃષા જલ્લીકટ્ટુ પર પ્રતિબંધની તરફેણ કરતા ટ્વિટ બાદ તૃષાએ ખુલાસો કર્યો કે તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે જે અંગે તેની માતાએ ફરિયાદ પણ નોંધાવી છે.
જલ્લીકટ્ટુના સમર્થકોએ પેટાની સમર્થક હોવાને કારણે તમિલનાડુમાં ચાલી રહેલ તૃષાની ફિલ્મનું શૂટિંગમાં અવરોધ ઉભો કર્યો હતો. પ્રદર્શનકારીઓ પશુ કલ્યામ સંગઠનના સમર્થન માટે અભિનેત્રી પાસે માફી માગવાની વાત કરી રહ્યા હતા.
ચેન્નઈઃ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી તૃષા કૃષ્ણનને તમિલનાડુની પારંપરિક રમત જલ્લીકટ્ટુના સમર્થકો દ્વારા કરવામાં આવેલ ભારે વિરોધને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તૃષા પશુ કલ્યાણ સંગઠન પેટાનું સમર્થન કરે છે, જે જલ્લીકટ્ટુની વિરૂદ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -