શારીરિક શોષણને લઈને એકતા કપૂરે કહ્યું- કામ મેળવવા એક્ટર્સ પોતાની સેક્સુઅલિટીનો કરે છે ઉપયોગ
જણાવી દઈએ કે હાલમાંજ એકતા કપૂરના પિતા અને એભિનેતા જિતેન્દ્ર પર 47 વર્ષ બાદ તેમની કઝિને યોન શોષણનો આરોપ લગાવ્યો હતો. જો કે જિતેન્દ્રએ તેના ઉપર લાગેલા તમામ આરોપોને આધારહીન ગણાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: અનેક ટીવી સીરિયલ્સ અને ફિલ્મો પ્રોડ્યૂસર કરી ચુકેલી એકતા કપૂરે યૌન શોષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. એકતા કપૂરે કહ્યુ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા પાવરફુલ પ્રોડ્યૂસર્સ છે જે પોતાની ઈન્ડસ્ટ્રીના ઉભરતા એક્ટર્સ સાથે પોતાના પદનો દૂરુપયોગ કરી ફાયદો ઉઠાવે છે. પરંતુ એવા પણ અનેક કલાકારો છે જે કામ મેળવવા માટે પોતાની સેક્સુઅલિટીનો ઉપયોગ કરે છે. આ મામલે આ બીજો પક્ષ છે, જેની કોઈ વાત નથી કરતું.
એકતાએ કહ્યું હમેશાં એવું જોવા મળે છે કે એક પૈસાદાર વ્યક્તિએજ ગરીબ નાના અને ઉભરતા એક્ટર્સનો ફાયદો ઉઠાવ્યો છે, જે હંમેશા સાચું હોતું નથી.
એકતા કપૂરે વધુમાં કહ્યું, એક ફિલ્મ નિર્માતા તરીકે જ્યારે હું પોતાના પુરુષ સમકક્ષો સાથે વાત કરું છું ત્યારે તેઓ જણાવે છે કે તેમને સીધો પ્રસ્તાવ મળે છે. શું આવા લોકો પણ ખોટા નથી?
હૉલીવુડ નિર્માતા હાર્વે વેન્સ્ટીન વિરુદ્ધ શારીરિક શોષણના આરોપને લઈને એકતાએ એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે પ્રોડ્યૂસર્સ હાર્વે વેન્સ્ટીન પર હોલીવુડની અનેક ટોપ અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા યૌન શોષણના મામલે ફરિયાદ કરી હતી. જેના બાદ ત્યાં #Metoo કેમ્પેન ચલાવવામાં આવ્યું. જેમાં અનેક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા શારીરિક શોષણ પર વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -