આમિર ખાનને પોતાનું ઘર બનાવવા BMCએ આપી મંજૂરી, એક વર્ષથી અટકેલું કામ હવે થશે શરૂ
પણ હવે બીએમસીએ તરફથી ક્લિયરન્સ આપવામાં આવી છે, જોકે, રિપોર્ટ્સ અનુસાર, આમિર ઉપર થોડીક પેનલ્ટી પણ લગાવવામાં આવી છે. ત્યારબાદ જ આમિરને પોતાના ઘરમાં કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી મળશે.
મુંબઇઃ આમિર ખાન એક ડ્રીમ પ્રૉજેક્ટ પર લાંબા સમયથી કામ કરી રહ્યો છે, આ પ્રૉજેક્ટ કોઇ ફિલ્મનો નથી પણ પોતાના ઘરનો છે. મુંબઇના પાલી હિલમાં બનેલી મરીના બિલ્ડિંગમા આમિર ખાનનો એક ફ્લેટ છે. આમાં આમિર ખાન લાંબા સમયથી ફેરફારો કરવાનું વિચારી રહ્યો હતો, તેને ઘરમાં એક નવી સીડીઓ પણ બનાવવી હતી. આ આખા ચેન્જીસનું કામકાજ શરૂ પણ થઇ ચૂક્યું હતું પણ બીએમસીએ કામ પર રોક લગાવી દીધી હતી. બીએમસીએ આમિરને નૉટિસ ફટકારી દીધી હતી.
બીએમસીએ નૉટિસમાં લખ્યું હતું કે, આમિર ખાનના ઘરમાં થતાં કન્સ્ટ્રક્શનથી આજુબાજુ રહેતા લોકોને પરેશાન થઇ રહી છે. આ મામલો ગયા વર્ષનો છે. વર્ષ 2017 માં જ્યારે બીએમસીએ આમિરને નૉટિસ આપી હતી ત્યારે બે મુખ્ય ચિંતાઓ હતી, જેમાં એક ત્યાં રહેનારા લોકોની પરેશાનીઓ અને બીજી તેમના ફ્લેટમાં અંદરથી નીકળતી સીડીઓ હતી.