નાગિન ફેમ આશકા ગોરડિયાએ કર્યો પોલ ડાન્સ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jan 2020 10:07 PM (IST)
બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. આશકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. આશકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આશકાએ પોલ ડાન્સનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આશકા ગોરડિયા યોગાલવર છે. આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશકાએ બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી. ( વીડિયો સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)