મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિડિયોકોન લોન કેસમાં ICICI બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં મુંબઈ સ્થિત એક ફ્લેટ અને દિપક કોચરની કંપનીની પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આદેશ પછી કોચરના વકીલ સુજય કંટાવાલાએ કહ્યું હતું કે, ફ્લેટની ખરીદી "ગુનાના કહેવાતા પગલા" માંથી છે તે સાબિત કરવા માટે એજન્સી પાસે હવે 180 દિવસનો સમય છે. કંટાવાલાએ કહ્યું, આ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર હોવાને કારણે માલિકને નિકાલ કરી શકાતો નથી, એટલે કે ICICI બેંકના ભૂતપૂર્વ વડા એપાર્ટમેન્ટમાં રહેવાનું ચાલુ રાખી શકે છે. જો કે, તે તેને વેચી અથવા મોર્ગેજ કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચંદા કોચર, તેના પરિવાર અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલન ધૂતના મુંબઈ અને ઓરંગાબાદ ખાતે આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિડિયોકોન ગ્રુપને રૂપિયા 1,875 કરોડની લોન મંજૂર કરવામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ માટે PMLA અંતર્ગત ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.