ઐશ્વર્યા રાયની આ ફોટોશૂટ પીકોક મેગેઝિન માટે કરાવ્યું છે. જેમાંથી એક તસવીરમાં ઐશ્વર્યા રેડ લહેંગામાં સીડી પર ઊભેલી જોવા મળી જેમાં તે અલગ જ અંદાજમાં જોવા મળી હતી. પરંતુ આ તસવીરને લઈને તેના પર ગંભીર આરોપ લાગ્યો છે. એક યૂઝર્સે તેના પર પોઝ કોપી કરવાનો આરોપ લગાવ્યો છે.
ઐશ્વર્યાની જે તસવીર છે તેમાં તે સીડી પર ઊભેલી જોવા મળી હતી. તેનો આ પોઝ હારપર બાઝાર મેગેઝિનમાં કેટ વિન્સલેટની સાથે મળતો આવે છે. ઐશ્વર્યા રાયના આ પોઝને લઈને સોશિયલ મીડિયા પર યૂઝર કોમેન્ટ્ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતું કે, આસ્માન સે ગિરે લેડર પર લટકે’.
આ સિવાય ઐશ્વર્યાની અન્ય તસવીરો પણ છે જેમાં તેણે પિંક લહેંગો અને મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે. તેના આ ટ્રેડિશનલ લૂકના લોકો પણ દિવાના થયા છે.