મુંબઇઃ બૉલીવુડમાંથી ગાયબ થઇ ગયેલી બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અમિષા પટેલે તાજેતરમાં એક રૉમેન્ટિક તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર બ્લેક બિકીની પીક શેર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે. અમિષા પટેલ ભલે બૉલીવુડથી હાલમાં દુર હોય પણ સોશ્યલ મીડિયા પર ફેન્સ ફોલૉઇંગની સંખ્યા સતત વધી રહી છે. આ તસવીરોમાં અમિષા પટેલ એકદમ હૉટ લાગી રહી છે.

હાલમાં અમિષા પટેલ વેકેશન એન્જૉય કરી રહી છે, તાજેતરમાં જ બ્લેક બિકીનીમાં એક ફોટશૂટ કરાવ્યુ હતુ, તેની આ તસવીરો છે. થોડાક સમય પહેલા પણ અમિષા પટેલે રેડ હૉટ સ્વિમશૂટમાં પણ કેટલીક રૉમેન્ટિક તસવીરો શેર કરી હતી.


બૉલીવુડ કેરિયરમાં શરૂઆતની સફળતા બાદ અમિષા પટેલ એકાએક ગાયબ થઇ ગઇ હતી. કેરિયરની શરૂઆત સુપરસ્ટાર ઋત્વિક રોશન સાથે 'કહો ના પ્યાર હૈ' ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેને અનેક બ્લૉક બસ્ટર ફિલ્મો આપી હતી.