અભિનેત્રી એમી જેક્સન હાલમાં પ્રેગનન્ટ છે, માર્ચ મહિનામાં તેને પોતાના ફેન્સને પોતાની પ્રેગનન્સી વિશે જણાવી દીધુ હતુ. હવે એક્ટ્રેસે એક જેન્ડર રિવીલ પાર્ટીનુ આયોજન કર્યુ અને પોતાના પેટમાં રહેલુ બાળક કઇ જેન્ડરનું હશે તેનો ખુલાસો કર્યો છે, એટલે એમી જેક્સનનું બાળક દીકરી હશે કે દીકરો તેનો ખુલાસો કર્યો હતો. આ પાર્ટી વિદેશમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં કેટલાક મિત્રો અને બૉયફ્રેન્ડ જ્યૉર્જ સામેલ થયા હતા.
એક્ટ્રેસ પોતાના બાળકના લિંગનો ખુલાસો કરતાં એક વીડિયો શેર કર્યો છે, આમાં એમી બ્લૂ કલરના ડ્રેસમાં દેખાઇ રહી છે. તેને પાર્ટીમાં એક ફૂગ્ગો ફોડ્યો તો તેમાંથી બ્લૂ ફેધર નીકળ્યુ, આનાથી તેને નક્કી કર્યુ કે તેને પુત્ર આવવાનો છે. એમીએ એક ફૂગ્ગો ફોડીને પોતાના બાળકની જેન્ડરનો ખુલાસો કર્યો હતો. એમી એક દીકરાની માતા બનવાની છે.
એમી જેકસન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેમના પરિવારમાં એક સભ્યના આગમનની જાહેરાત કરી હતી. એમી જેકસને 2010માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે બોલીવુડ ફિલ્મો ‘એક દીવાના થા’, ‘સિંહ ઈઝ બ્લિંગ’, ‘ફીક્રી અલી’, ‘તૂતક તૂતક તૂતિયા’, ‘રોબોટ 2.0’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.