મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહરૂખની પુત્રી સુહાના ખાને એક્ટિંગ શીખવા માટે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. સુહાનાના કોલેજના પહેલા દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો તેની માતા ગૌરી ખાને જ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં સુહાના આત્મવિશ્વાસ સાથે સીડીઓ ચડતી જોવા મળી હતી.

વીડિયોમાં સુહાના બ્લુ ડેનિમ શોર્ટ્સ અને વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળી હતી. 28 જૂને સુહાના ગ્રેજ્યુએટ થઈ હતી. તેણે લંડનની આર્ડિંગલી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ગ્રેજ્યુએશન બાદ તે પાર્ટીમાં એન્જોય કરતી જોવા મળી હતી. શાહરૂખે ટ્વીટર પર સુહાના ગ્રેજ્યુએટ થવાની જાણકારી શેર કરી હતી.

શાહરુખે ટ્વીટર પર લખ્યું હતું, સ્કૂલ ભલે પૂરી થઈ જાય જીવનમાં ભણતર ક્યારેય પૂરુ ન થવું જોઈએ. હંમેશા કંઈને કંઈ શીખતા રહેવુ જોઈએ. સુહાનાની ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગૌરી ખાન પણ પહોંચી હતી. સેરેમનીમાં સુહાનાને રસેલ કપ આપવામાં આવ્યો હતો.


શાહરૂખની પુત્રી એક્ટિંગ ક્ષેત્રે જ પોતાનું નામ બનાવા માંગે છે. શાહરૂખે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે સુહાનાને ઓનસ્ક્રીન જોવા માટે ઉત્સાહિત છે. સુહાનાએ એક શોર્ટ ફિલ્મ કરી છ જેનું નામ છે- ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ. આ ફિલ્મ સુહાનાનો એક ક્લાસમેટ જ બનાવી રહ્યો છે.