એક્ટ્રેસ એમી જેક્સને બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ, પ્રેગ્નેન્સીમાં યોગા કરતી તસવીરો આવી સામે
આ તસવીરોમાં જોઈ શકાય છે કે એમી પ્રેગ્નેન્સી દરમિયાન પણ પોતાના હેલ્થ અને ફિટનેસ પર ફોક્સ કરી રહી છે. તસ્વીરમાં એમી યોગા કરતી નજર આવી રહી છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રસ એમી જેક્સન સોશિલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે બેબી બંપની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં એકવાર ફરી એમી જેક્સને બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે એમી જેક્સન લગ્ન પહેલા જ પોતાના માતા બનવાનું પ્લાનિંગ કરી રહી છે. થોડા સમય પહેલા જ એમીએ પોતાના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિટૂ સાથે લંડનમાં સગાઈ કરી હતી.
બૉલિવૂડમાં એમી જેક્સની પ્રથમ ફિલ્મ એક દિવાના થામાં પ્રતીક બબ્બર સાથે જોવા મળી હતી. તેના બાદ એમીએ અક્ષય કુમાર સાથે સિંહ ઇઝ બ્લિંગ અને 2.0 જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
થોડા સમય પહેલા જ એમીએ પોતાના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિટૂ સાથે લંડનમાં સગાઈ કરી હતી. આ તસવીરોમાં પોતાના બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. એમી અને જૉર્જ 2015થી રિલેશનશિપમાં છે.