નવી દિલ્હી: બાંગ્લા અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં આ વેકેશન ગાળવા તેના પતિ નિખિલ જૈન સાથે માલદીવમાં છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી તસવીરોમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પોસ્ટ કરેલી તસવીરના કારણે તે ટ્રોલ થઈ રહી છે.

આ તસવીરમાં નુસરત કોઇ બીચ પર પોઝ આપતી નજરે પડે છે. આ ફોટામાં તે વન પીસ પહેરેલી નજરે પડી રહી છે. ફોટો પડાવતી વખતે તેના હાથમાં વાઇન ગ્લાસ પણ જોવા મળે છે.


આ તસવીરને લઈને નુસરત જહાંને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘તમે એક સાંસદ છો. અત્યાર સુધી તમારા વિસ્તારનું કેટલું કામ કર્યું છે. અમને જણાવશો, જો તમને કામ કરવામાં કોઈ જ રસ નથી તો કૃપા કરીને માત્ર પાંચ વર્ષ મઝા કરવા માટે અમારી પાસે મત માંગવા આવતા નઈ. આશા રાખું છું કે તમે અમારા કામ સાથે મારો જવાબ આપશો.’
નુસરત જહાં બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. સંસદની અંદર સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળતા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નીખીલ જૈન સાથેના તેના લગ્નની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ હતી.


નુસરત અને નિખિલ જૈનના લગ્ન 19 જૂનના રોજ થયા હતા. બંનેના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં થયા હતા. લગ્ન બાદ નુસરત જહાંએ કોલકાતામાં શાનદાર રિસેપ્શન આપ્યું હતું. (તસવીર સૌજન્યઃ નુસરત જહાં ઈન્સ્ટાગ્રામ)