લોકગાયિકા યોગીતા પટેલે અમરેલીના એસપીને આપેલી લેખિત ફરિયાદમા જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેમનો નવા ગીતનો આલ્બમ પ્રસિધ્ધ થવાનો છે. આ આલ્બમનું એક ગીત કૃષ્ણે રાધાને પ્રયોગ કરી તેવા શબ્દો સાથે પોસ્ટ મુકાયા બાદ વિવાદ સર્જાયો હતો.
લોકો દ્વારા તેમના મોબાઈલ નંબરમા ફોન અને એસએમએસપી-સોશ્યલ મીડિયામા સહિતના સ્થળોએ આ ગીતનો આલ્બમ બહાર ન પાડવા ધમકીઓ આપી હતી અને 9 વ્યકિતઓએ મોબાઈલ કરીને અપશબ્દો સાથે જોઈ લેવાની અને પતાવી દેવાની ધમકી આપી હતી. વ્હોટસએપ પર પણ લોકોએ અપશબ્દો લખ્યા હતા. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપીને લેખિત ફરિયાદ આપવામા આવી છે.
આ અંગે ગાયિકા યોગીતા પટેલના પતિએ જણાવ્યું, ગીતના જે શબ્દો સામે લોકોને સમસ્યા છે તેને ગીતમાંથી દૂર કરી દેવામા આવશે. આ આલ્બમ હજુ રીલીઝ થયો નથી. પણ આગામી દિવસોમાં બહાર પડશે અને હાલ તો માત્ર તેની કડી જ જાહેર કરાઈ હતી. આ ગીત આધૂનિક ઢબે નવી પેઢી માટે લખાયેલું છે.
ભારતના બોલિંગ કોચની રેસમાં છે આ પૂર્વ સ્પિન બોલર, કહ્યું- ટીમ ઈન્ડિયાને સ્પિન એક્સપર્ટની જરૂર
આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ?
ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો
IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત