સોનાલી બાદ વધુ એક અભિનેત્રીને થયું કેન્સર, કહ્યું - 'ત્રીજા સ્ટેજ પર છું', રહી ચુકી છે મિસ ઈન્ડિયા
દિલ્હીમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન નફીસાની મુલાકાત પોલો ખેલાડી આરએસ પિકલ્સ સોઢી સાથે થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ આ કપલે લગ્ન કર્યા અને તેમના ત્રણ સંતાનો પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મોમાં પ્રથમ બ્રેક રાજ કપૂરે આપ્યો હતો. 1979માં પ્રથમ ફિલ્મ ઝનૂન આવી હતી.
અભિનેત્રી નફીસા અલી આમ તો બંગાળી હિરોઇન છે, પરંતુ તેણે અમિતાભ બચ્ચન સાથે મેજર સાબ, રિતિક રોશનની ફિલ્મ ગુજારિશ અને ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દીવાના જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. નફીસાની જાહેરાત બાદ તેના લાખો ફેન્સમાં ચિંતા તથા બોલીવુડમાં ફરી ટેન્શનનું મોજુ ફરી વળ્યું છે.
નફીસા અલીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ખુલાસો કરી તેના લાખો પ્રસંશકોને શોકમાં ગરકાવ કરી દીધા છે. નફીસાએ પોસ્ટમાં જણાવ્યું કે તે કેન્સરના ત્રીજા સ્ટેજ પર પહોંચી ચૂકી છે.
1976માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષ હતી. ધર્મેન્દ્રની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાતી નફીસાએ ક્યારેય ફેસિયલ કરાવ્યું નથી.
ઇરફાન ખાન, સોનાલી બેન્દ્રે અને આયુષ્માન ખુરાનાની પત્ની બાદ હવે નફીસા પણ મુશ્કેલ સમયમાં છે.
મુંબઈઃ સોનાલી બેંદ્રે બાદ વધુ એક એક્ટ્રેસને કેન્સનું નિદાન થયું છે. ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચુકેલી એક્ટ્રેસ નફીસાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સોનિયા ગાંધી સાથેની પોતાની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેણીએ કેપ્શનમાં લખ્યું કે મારી મિત્ર મને ઝડપથી સાજી થવાનું કહેવા અને મારી ખબર અંતર પૂછવા આવી છે. હું કેન્સરના ત્રીજા સ્ટેજ પર છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -