મુંબઈ: મોડલ અને એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાના હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયામાં જાણીતી છે. અન્વેશી સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર તેના લાખો ફેન્સ છે. હાલમાં જ અન્વેશી જૈને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ કરી લીધા છે. અન્વેશીએ હાલમાં જ ઈન્સટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. અન્વેશી જૈનની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અન્વેશી ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ 'ગંદી બાત-2'માં જોવા મળી હતી. આ સીરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. અન્વેશી ઓલ્ટ બાલાજીના નવા શો 'બોસ- બાપ ઓફ સ્પેશિયલ સર્વિસિઝ'માં જોવા મળશે. આ વેબ સીરીઝમાં કરણસિંહ ગ્રોવર અને સાગરિકા ઘાટગે પણ જોવા મળશે. 'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી.