વાંગે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનનો પાડોશી દેશ હોવાના કારણે ચીન ઇચ્છે છે કે વિવાદને યોગ્ય રીતે ઉકેલી દેવામાં આવે. બંન્ને તરફથી સંબંધોની શરૂઆત કરવામાં આવે. ભારતે શનિવારે ચીન દ્ધારા કાશ્મીરના મુદ્દા પર આપેલા નિવેદનનો વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું કે, કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને તમામ દેશોની ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરવું જોઇએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમને આશા છે કે તમામ દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરશે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર મારફતે યથાસ્થિતિને પરિવર્તિત કરવાના પ્રયાસોથીથી બચશે. તાજેતરનો ઘટનાક્રમ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. નોંધનીય છે કે મોદી સરકારે કાશ્મીરમાંથી 370 કલમને ખત્મ કરતા જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો ખત્મ કરી દીધો હતો.