મેરિટલ રેપ જોકને લઈ બોલીવુડની આ એક્ટ્રેસે માંગી માફી, જાણો ફિલ્મમાં શું હતો ડાયલોગ
કાર્તિક આર્યનના મોનોલૉગ જ તેની ફિલ્મની ખાસિયત હોય છે પરંતુ હવે આ ફિલ્મમાંથી તે દૂર કરવામાં આવી શકે છે. ફિલ્મ પતિ, પત્ની ઔર વોને મુદસ્સર અજીજે બનાવી છે. જેમાં કાર્તિક, ભૂમિ ઉપરાંત અનન્યા પાંડે અને અપારશક્તિ ખુરાના પણ છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝૂમ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં ભૂમિ પેડનેકરે ફિલ્મના ટ્રેલરની કરવામાં આવી રહેલી નિંદા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, જો લોકોની ભાવનાઓને કોઇપણ પ્રકારે ઠેસ પહોંચી હોય તો હું તમામની માફી માંગુ છું. કારણકે આમ કરવાનો ફિલ્મ સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિનો ઇરાદો નહોતો. ફિલ્મ પતિ, પત્ની અને વો સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ આવી વિચારશ્રેણીને પ્રોત્સાહન નથી આપતા.
ચિંટૂનો એક ડાયલોગ છે જેમાં તે પત્ની સાથે ફિઝિકલ રિલેશનને લઈ વાત કરી રહ્યો છે. કાર્તિક ટ્રેલરમાં કહે છે કે, “પત્ની પાસે સેકસ માંગીએ તો આપણે ભિખારી, પત્નીને સેક્સ કરવાની ના પાડીએ તો આપણે અત્યાચારી અને કોઇપણ પ્રકારનો જુગાડ લગાવીને આપણે સેક્સ કરી લઈએ તો બળાત્કારી પણ આપણે.” આ ડોયલોગ લોકોને પસંદ ન આવ્યો અને ટ્વિટર પર લોકોએ કહ્યું, મેરિટલ રેપ કોઇ મજાકની વાત નથી.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હલા તેની આગામી ફિલ્મ પતિ, પત્ની અને વોના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો નારાજ થયા હતા. ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની રોલમાં અને ભૂમિ પેડનેકર તેની પત્નીના રોલમાં છે. ચિંટૂ ત્યાગી તેના મિત્ર સાથે વૈવાહિક જીવનની વાત કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -