મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુ બહુ લાંબા સમય બાદ હૉટ અંદાજમાં સામે આવી છે. કામમાંથી બ્રેક લઇને એક્ટ્રેસ બિપાશા બસુ પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે હાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે. બન્ને હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતાં રહે છે.

બિપાશાએ શેર કરી બિકીની તસવીરો.....
હવે ફરી એકવાર બિપાશા બસુએ પોતાની બિકીનીમાં કેટલીક હૉટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં બિપાશા બસુ સ્વીમિંગ પુલના કિનારે બેઠેલી સુંદર દેખાઇ રહી છે. તસવીરોમાં બિપાશા બસુએ પિન્ક બિકીનીમાં દેખાઇ રહી છે. આની સાથે તેને બ્લેક શ્રગ કેરી કર્યુ છે, જે એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. ફેન્સ બિપાશા બસુના બિકીની લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે.



કરણનો ફની વીડિયો પણ શેર કર્યો શેર.....
વળી આના પહેલા બિપાશા બસુએ કરણનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં કરણ શર્ટલેસ દેખાઇ રહ્યો છે. કરણ વીડિયોમાં ફની એક્ટ કરતો દેખાઇ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં બિપાશા બસુએ લખ્યું- મંકી ઓન ફાયર વીડિયો.... બન્ને માલદીવમાં એકબીજા સાથે મસ્તી કરતાં દેખાઇ રહ્યાં છે.