મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ બ્રુના અબ્દુલ્લા ટુંક સમયમાં જ પોતાના પહેલા બાળકની માતા બનવાની છે, આ વાતની માહિતી તેને પોતાના ઇન્સ્ટા પેજ પર એક બેબી બમ્પની તસવીર શેર કરીને આપી છે. બ્રુનાએ બેબ બમ્પ સાથે એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. હાલમાં તે પ્રેગનન્સી પહેલાની પળો એન્જૉય કરી રહી છે. બ્રુનાએ તસવીર શેર કરતાં લખ્યું કે, આજે હું એક વસ્તુને દિલથી નીહાળવા ઇચ્છીશ અને તે મારો બેબી બમ્પ છે, આ કેટલો સુંદર લાગી રહ્યો છે. બ્રુનાએ તસવીર શેર કરતાં જણાવ્યુ કે, તેને પ્રેગનન્સીનું 38મુ અઠવાડિયુ ચાલી રહ્યું છે, એટલે કે નવમો મહિનો શરૂ થઇ ચૂક્યો છે. ખાસ વાત છે કે, બ્રુના અબ્દુલ્લા બ્રાઝિલિયન મૉડલ છે અને હાલમાં બૉલીવુડમાં હિન્દી ફિલ્મોમાં કામ કરી રહી છે. બ્રુના હંમેશા સોશ્યલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. બ્રુનાએ જુલાઇ 2018માં પોતાના બૉયફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી હતી, જોકે, લગ્ન હજુ સુધી કર્યા નથી. ઉલ્લખનીય છે કે 32 વર્ષીય એક્ટ્રેસ દેસી બૉયઝ, આઇ હેટ લવ સ્ટૉરી, ગ્રાન્ડ મસ્તી, મસ્તીજાદે સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.